🏵️પવિત્રા એકાદશી 🏵️
સાવન સુદી એકાદશી અર્ધ રાત્રી પ્રકટ ભયે કરુણા કરી સાધન બીનું જીવ સબ ઉદ્ધારે ||
આજ્ઞા દઈ શ્રીવલ્લભ પ્રભુ કો બ્રહ્મસંબંધ કી કરુણા કરી જીવન કે પંચ દોષ ટારે (1)
સેવા કરવાય સબપે અપને મુખ ભોજન કરી અધરામૃત જુ દે પરમ ફલ વિચારે ||
રસિક સદા ચરન આસ રહેત હે નિસઘોસ પાસ દાસન કે દાસ તેઉ ભવ જલતે તારે (2)
🏵️ ભાવાર્થ 🏵️
🌿 નિત્યલીલા માંથી છુટા પડી ભૂતલ ઉપર જન્મેલા દૈવીજીવો ના ઉદ્ધાર્થે આપ પ્રકટ થયા.પ્રગટ થઈ ને કોઈ જીવ સાધ્ય,સાધન વિના પોતાના પ્રમેય બલ ના સામર્થ્ય થી જીવો ઉપર કૃપા દ્રષ્ટિ કરવા માત્ર થી તેઓ ને ભગવદ્દ પ્રાપ્તિ કરાવે છે.આપ એવા કરુણા નિધિ છે. શ્રાવણ શુદ એકાદશી ની મધ્ય રાત્રી એ શ્રી આચાર્યજી ને ચિંતા થઈ, ઠાકોરજી એ આજ્ઞા કરી છે. "દૈવી જીવો ને બ્રહ્મસંબંધ કરાવો." શ્રીવલ્લભ ને થયું કે જીવ તો દોષિત છે, પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ તો ગુણનિધાન છે, આ જીવ નો સંબંધ પ્રભુ સાથે કેમ થાય તે ચિંતા ઉપજી તે ખુબજ વ્યગ્ર બન્યા .ઠાકુરજી પ્રગટ થઈ કહ્યું તમે ચિંતા કરો નહિ, તમે જે જીવ ને બ્રહ્મસંબંધ આપશો તેના દોષ નિવૃત થશે.તમે જીવ નો શરણે લો હું તેનોઅંગીકાર કરીશ.🌾.આ કલિયુગ માં સાધન બલ વિના પાંચ દોષો કેવી રીતે બાળી શક્ત? મનુષ્ય માત્ર ને (1) સહજ દોષ: એટલે જન્મ થી થતા દોષ,બીજદોષ અગર ગર્ભદોષ. (2) દેશોત્થ દોષ: મલેચ્છ દેશ માં રહેવા થી થતા દોષ (3) કાલોત્થ દોષ : કલિકાલ થી થતા દોષ,અવસ્થા થી થતા દોષ(4)સંયોગ દોષ :ધર્મભ્રષ્ટ પતિતાદીક ના સંસર્ગ થી થતા દોષ (5) સ્પર્શજ દોષ શાસ્ત્રો માં જે જે વસ્તુઓ ને તથા પ્રાણીઓને અસ્પૃશ્ય ગણેલા છે તેઓ ના સ્પર્શ થવાથી થતા દોષ. આ પાંચે પ્રકાર ના દોષ અવશ્ય લાગે છે. તેના થી છૂટવા માટે શું કરવું ? શ્રી મહાપ્રભુજી ના ચરણકમલ નો દ્રઢ આશ્રય કરી તેને શરણે જવું.મહાપ્રભુજી એ ભગવદ્દ- આજ્ઞા થી પ્રભુ ને આત્મ નિવેદન કરવા જણાવેલું છે. અર્થાત આપના પ્રાગટય થી અનન્ય ભક્તિરૂપ ધર્મો પાળી શક્યા. વગર સાધને બ્રહ્મ સંબંધ કરી ભગવદ્દ આજ્ઞા અનુસાર આપને શરણે આવી સહજાદિક પાંચે પ્રકાર ના દોષ દૂર કરી શક્યા.🌿શ્રીદામોદરદાસ હરસનીજી પુષ્ટિભક્તિમાર્ગ માં 84-252 ભગવદીય- વૈષ્ણેવો માં સૌથી પહેલા મુખ્ય વૈષ્ણેવ છે. શ્રી મહાપ્રભુજી એ સૌથી પહેલું બ્રહ્મસંબંધ પ્રદાન કર્યું.પુષ્ટિમાર્ગીય દૈવી જીવ કે આધિ દૈવિક(મૂળભૂત) દામોદરદાસ હૈ." " જો દમલા યહ માર્ગ તેરે લિયે પ્રગટ કિયો હૈ." શ્રી મહાપ્રભુજી એ તેના હૃદય માં સંપૂર્ણ પુષ્ટિમાર્ગ નું સ્થાપન કર્યું.મહાપ્રભુજી એ પુષ્ટિમાર્ગ ને પ્રકટ કર્યો .વૈશ્નેવો શરણાગતિ, સમર્પણપૂર્વક જીવી શકે એટલે મહાપ્રભુજી એ વૈશ્નેવો ઉપર ઠાકોજી પધરાવી આપ્યા. સ્વગૃહ માં પ્રભુ ની સેવા માં પરિવાર સહિત પ્રવૃત થયા. શ્રી હરિરાય મહાપ્રભુજી કહે છે, મને તો સદા(રાત-દિવસ) આપના ચરણકમલ નો આશ્રય થાય. આપના જે અનન્ય ભક્ત(દાસ) છે,તેના પણ દાસ છે, તેનો પણ આપ સંસાર રૂપી ભવસાગર માંથી ઉદ્ધાર કરવા વાળા આપ છો.
🏵️શ્રીવલ્લભ પ્રભુ ના ચરણકમલ માં દંડવત 🏵️
Sunday, August 11, 2019
पवित्रा एकादशी
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment